દાહોદના જાલત નજીક અકસ્માત સર્જાયો

Featured Video Play Icon
Spread the love

દાહોદના જાલત નજીક અકસ્માત સર્જાયો
ખાન નદી ઉપર આવતા અચાનક કાર ચાલકે બ્રેક મારતા અકસ્માત સર્જાયો
ત્રણ વાહનોનો અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી

દાહોદ જાલત નજીક ત્રણ વાહનોનો અકસ્માત એકને ઈજા પહોંચી, કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં

દાહોદ નજીકના ઈન્દોર હાઈવે ઉપરના જાલત ગામે મધ્યપ્રદેશ તરફથી એક એક્સયુવી કાર આવી રહી હતી. ત્યારે ખાન નદી ઉપર આવતા અચાનક કાર ચાલકે -બ્રેક મારી હતી. તેથી પાછળ થી આવતી એક બાદ એક બે કાર ઘડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને દવાખાને ખસેડવામાં આવ્યો હતા. જ્યારે અકસ્માતના કારણે હાઈવે જામથઈ ગયો હતો. તાત્કાલિક અસરથી ક્રેનની મદદથી ત્રણ અકસ્માત ગ્રસ્ત વાહનોને રસ્તા ઉપરથી હટાવવામાં આવ્યા હતો. આ પરિસ્થિતી સર્જાતા આશરે એકાદ કલાક જેટલા સમય દરમ્યાન હાઈવે ઉપર વાહન વ્યવહાર અટકતા મુસાફરોને હાલાકી થઈ હતી. અકસ્માત સંદર્ભે પોલિસ કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *