મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર અમિત શાહનો જડબાતોડ જવાબ.
ગુજરાત વિરોધી નિવેદન બદલ કોંગ્રેસ પર સાધ્યું નિશાન.
કોંગ્રેસીઓને શરમ આવવી જોઈએ:
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતીઓના અપમાન અને ભાજપના સમર્થકોને ‘અભણ’ કહેવા બદલ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે રાજકારણમાં અપમાનની નવી વ્યાખ્યા બનાવી છે, જેનો જવાબ દેશની જનતા આગામી ચૂંટણીમાં આપશે અને કોંગ્રેસની ડિપોઝીટ જપ્ત કરાવશે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરેલા ગુજરાતીઓના અપમાન મુદ્દે ગૃહમંત્રી અમિતભાઈ શાહે આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે ખડગે અને કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું કે દેશની જનતા જવાબ આપશે અને ચૂંટણીમાં કોંગ્રેસની ડિપોઝીટ જપ્ત થવાની છે. Congress અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર કરેલી ટીપ્પણી ભારે પડી છે. ખડગે અને કોંગ્રેસનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આ જ મુદ્દે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આકરા પ્રહરો કરવાાં આવ્યા છે. અમિત શાહે આકરા શબ્દોમાં કહ્યું હતુ કે લોકશાહીમાં જનતાના જનાદેશનું સન્માન કરવાને બદલે કોંગ્રેસ પાર્ટી અપમાન કરી રહી છે. ભાજપને સમર્થન આપનારા નાગરિકોને ‘અભણ’ ગણાવીને કોંગ્રેસે દેશના કરોડો મતદારોની સમજશક્તિ પર સવાલ ઉઠાવ્યો છે. અરે કોંગ્રેસીઓ શરમ આવવી જોઈએ, જે ગુજરાતે દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિક્રમ સારાભાઈ, મહાન ટાટા અને PM મોદી જેવા નેતા આપ્યા તેને તમે અભણ કહો છો ? કોંગ્રેસે રાજકારણમાં એક એવી નવી વ્યાખ્યા બનવી દીધી છે કે કોંગ્રેસનું સમર્થન કરે તે શિક્ષિત છે. બાકી બીજા અભણ છે.
મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણીના ઉન્માદમાં આવી આ નિવેદન 5 એપ્રિલ, 2026 ના રોજ કેરળના ઇડુક્કી જિલ્લામાં એક ચૂંટણી સભાને સંબોધતા આપ્યું હતું. જ્યારે તેઓ કેરળ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. ખડગેએ કેરળના મતદારોની પ્રશંસા કરતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર નિશાન સાધતા અંગ્રેજીમાં કહ્યું હતું કે “કેરળના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોશિયાર અને શિક્ષિત છે. મોદીજી… તમે ગુજરાતના અભણ લોકોને કે અન્ય જગ્યાના લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
