હાંસડામાં પેઢી દર પેઢીથી ચાલતી પરંપરા મુજબ બાબા ગોળીયાનો મેળો
સંસ્કૃતિ મુજબ 3 બડવાઓને કમરના ભાગે લોખંડના તીક્ષ્ણ ખીલા મારી
લાકડાના ચાકડા પર ઉંધા લટકાવી ગોળ ફેરવવામાં આવે.
છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ ગામડાઓની અંદર બડવાઓનું પ્રભુત્વ ઘણું રહેલું છે . ગામડાઓની અંદર કોઈ માંદગી હોય અથવા મશ્કેેલી પડે તો બડવાનો સહારો લેવા પ્રથમ જાય છે. પછી તેઓ અન્ય જગ્યાએ જતા જોવા મળે છે હાેળી પર્વની અંદર બડવાઓ પણ દેવોના આશીર્વાદ લેવા અર્થે જ્યાં સ્થાનકો હોય ત્યાં પોહોચી જાય છે
હાસડા ગામ મધ્ય પ્રદેશ સરહદ પાસે પેઢીઓથી બાબા ગોળીયાનો મેળો થાય છે .એમાં લાકડામાંથી એક ચાકડો બનાવેલ હોય છે.તેના ઉપર તેને લટકાવવામાં આવે છે અને પછી ચારેય બાજુ સૌ ભેગા થઈને તેને ફેરવે છે .એ સમયે ભારે મેદની જોવા અર્થે એકત્રિત થાય છે .જે બડવાને ચાકડા ઉપર બાંધવામાં આવે છે .એ બડવો બાબાદેવ કાળા ભરીમ ને મરઘાની બલી આપે છે . જ્યારે બડવાઓને ચાકડા ઉપર ચઢાવવામાં આવે છે .પ્રથમ તેના કમ્મરના ભાગે લોખંડના વાંકા ખીલ્લા મારવામાં આવે છે. જો એ સમયે લોહી નીકળે તો એ સાચો બડવો કહેવાતો નથી .કોઈપણ બડવાને ફરજીયાત પાંચ વર્ષ સુધી ચાકડે ફરવું પડે છે. જો ન ફરેતો એને કોઈ માન પણ આપતું નથી.
બડવાઓ બાબા ગોળીયાના ચાકડા પાસે આવે છે . ધાર્મિક વિધિ થયા પછી સીધા તેને સૌ ભેગા થઈ કમરના ભાગે ખીલાં ભોકી એના આધારે ચાકડા ઉપર ઊંધો લટકાવી દેતા હોય છે . ગોળ ફેરવવાનું ચાલુ કરતા આ દ્રશ્ય કંપારી ભર્યું ડરાવણું લાગે છે.વર્ષોથી ચાલતી પ્રક્રિયામાં કોઈપણ દુર્ઘટના બની નથી .ચાકડા પાસે થતી અગ્નિ પરીક્ષા લઈ ઘણા બડવા એમાં ભાગ લેવા આવતા નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
