સુરતમાં અડાજણ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર અકસ્માત
વળાંક પરથી બાઈક લઈ પટકાયેલા પરિવારમાં પિતા અને પુત્રીનુ મોત
રીક્ષા પર પટકાયેલી પત્નિને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાઈ
સુરતમાં અડાજણ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર વળાંક પરથી બાઈક લઈ પટકાયેલા પરિવારમાં પિતા અને પુત્રીનુ મોત નિપજ્યુ હતુ તો રીક્ષા પર પટકાયેલી પત્નિને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાઈ હતી.
સુરતના પમ્પિંગ પાસે રહેતો પરિવાર ઉત્તરાયણની રજાને લઈ ગાર્ડનમાં ફરવાઈ જઈ રહ્યો હતો ત્યારે ચંદ્રશેખ આઝાદ બ્રિજ પરથી બાઈક લઈ પિતા રેહાન શેખ, સાત વર્ષની માસુમ દિકરી અલીસાખાતુંન અને માતા રૈહાના સુલતાના પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પતંગનો દોરો આવતા પૂરપાટ ઝડપે જતી ગાડીના લીધે અકસ્માત થતાં પરિવારના ત્રણેય સભ્યો બ્રિજ પરથી નીચે પડતા ઘટના સ્થળે જ નાની દીકરી અને પિતાનુ મોત નિપજ્યુ હતુ જ્યારે માતા રિહાના સુલતાના રિક્ષા પર પડતા તેને ગંભીર ઈજાઓ થતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી. જો કે મહિલા રિક્ષા પર પડતા રિક્ષાનું કચ્ચરણધાણ નિકળી ગયુ હતું.
બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. તો લોકોનું કહેવું છે કે અવારનવાર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર અવારનવાર આવા વણાક આવતા અકસ્માત થાય છે જેથી બ્રિજ ઉપર ગ્રીલ લગાડવાની વિનંતી કરી હતી. તંત્રને અપીલ પર કરવામાં આવી છે કે હવે આજના આ અકસ્માતમાં એક માતાએ તેના દીકરી અને પતિને ગુમાવી દીધો માટે વહેલી તકે આ બ્રિજ ઉપર તાત્કાલિક ગ્રીલ લગાડવામાં આવે.
