15 લાખની લાંચ માંગવા મામલે ભાગેડુ વિપુલ ગણેશવાળા
લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર ગણેશવાલા એસીબીમાં હાજર
હજુ પણ ગણેશવાલાનો વચેટીયો પરવાના ફરાર
15 લાખની લાંચ માંગવા મામલે એસીબીમાં નોંધાયેલા ગુનામાં આખરે સુરત મનપાની લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર ગણેશવાલા એસીબી સમક્ષ હાજર થતા તેઓની ધરપકડ કરાઈ હતી. જો કે હજુ પણ ગણેશવાલાનો વચેટીયો નાસતો ફરતો છે.
સુરત એસીબીમાં ગત 20મી ફેબ્રુઆરીના રોજ એક બિલ્ડર દ્વારા તેઓના બાંધકામને ગેરકાયદે હોવાનુ કહી નોટીસ આપ્યા બાદ ડિમોલીશન કર્યા બાદ લિંબાયત ઝોનના ઝોનલ અધિકારી વિપુલ ગણેશવાલા ના વચેટીયા ઈસ્માઈલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ એ 21 લાખની લાંચની માંગણી કરી હતી અને અંતે 15 લાખમાં નક્કી થયા બાદ ચાર લાખની લાંચ અપાઈ ત્યારે જ એસીબીએ ગોઠવેલા છટકાની જાણ થતા ગણેશવાલાનો વચેટીયો ઈસ્માઈલ ઉર્ફે પરવાના ભાગી છુટ્યો હતો. જો કે આ મામલે એસીબીમાં ફરિયાદ નોંધાતા ગણેશવાલા અને પરવાના ભાગી છુટ્યા હોય આખરે શુક્રવારે વિપુલ ગણેશવાલા એસીબીમાં હાજર થતા ધરપકડ કરાઈ હતી. જો કે તેના વચેટીયા પરવાનાને ઝડપી પાડવા એસીબીએ ચક્રોગતિમાન કર્યા છે.
