ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને તેના સ્વાસ્થ્ય અને જીવન વિશે ખોટા સમાચારો આપવા બદલ યુ-ટ્યુબ ટેબ્લોઇડ્સ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. એક ન્યૂઝ પોર્ટલ અનુસાર, 11 વર્ષની બાળકીએ આ પ્રકારની મીડિયા રિપોર્ટિંગ સામે પ્રતિબંધ મુકવાની માંગ કરી છે કારણ કે તે સગીર છે. આ મામલે વધુ સુનવણી 20 એપ્રિલે થશે.
આ પહેલા અભિષેક બચ્ચને આરાધ્યાને સતત ઓનલાઈન ટ્રોલ કરીને નિશાન બનાવવાતી હોવાંની વાત કરી હતી. તેમની પુત્રીને મળતી ઓનલાઈન ટ્રોલિંગના જવાબમાં અભિષેકે કહ્યું હતું કે તે તેના પ્રત્યે કરવામાં આવતી દ્વેષપૂર્ણ ટિપ્પણીઓને સહન કરશે નહીં. સાર્વજનિક વ્યક્તિ હોવાને કારણે જો કોઈને કંઈક કહેવું હોય તો તે તેમના સામે આવીને કહી શકે છે પરંતુ પુત્રીને તેમાં ન ખેંચવી જોઈએ.
દરમિયાન, આરાધ્યા તેની માતા ઐશ્વર્યા સાથે વારંવાર જાહેરમાં દેખાતી રહે છે. માતા-પુત્રીની જોડી તાજેતરમાં મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ના સ્ટાર-સ્ટડેડ લોંચમાં જોવા મળી હતી.
આરાધ્યા બચ્ચન ખોટા રિપોર્ટિંગ બદલ યુ-ટ્યુબ ટેબ્લોઇડ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચી.
