દેવઘાટ ધોધમાં 25 ફૂટથી છલાંગ લગાવતાં યુવક મોતને ભેટ્યો

Featured Video Play Icon
Spread the love

દેવઘાટ ધોધમાં 25 ફૂટથી છલાંગ લગાવતાં યુવક મોતને ભેટ્યો
ઉમરપાડામાં ધોધમાં છલાંગ લગાવનાર યુવક ડૂબી જતાં મોતને ભેટ્યો

ઉમરપાડા ના દેવઘાટ ધોધની 25 ફૂટની ઊંચાઈથી યુવકે પાણીમાં છલાંગ લગાવી,ડૂબી જવાથી મોતને ભેટ્યો,મોત પહેલાનો વિડિયો આવ્યો સામે

ઉમરપાડા તાલુકામાં આવેલ દેવઘાટ ધોધ મા 25 ફૂટ ની ઊંચાઈ પરથી છલાંગ લગાવનાર ઉકાઈ તાલુકા ના સાત કાશી ગામના યુવકનું ધોધમા ડૂબી જતા કરુણ મોત નીપજ્યું હતું જે ચોમાસા ની ઋતુમાં આ ધોધ જીવંત થાય છે અને સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે આ ધોધનો નજારો જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. તાપી જિલ્લાના જૂના સાતકાશી ગામના કેટલાક લોકો ધાર્મિક કાર્યક્રમને લઈને દેવઘાટ ધોધ પર આવ્યા હતા. આ સમય દરમિયાન એક 40 વર્ષીય યુવક મહેબૂબભાઈ સામાભાઈ વસાવા ધોધમાં નાહવા પડ્યો હતો. નાહતી વેળાએ તેને દેવઘાટ ધોધ ઉપર થી 25 થી 30 ફૂટ નીચે છલાંગ લગાવી હતી અને નીચે ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.હાજર લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિક વન વિભાગ ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને યુવક ને શોધવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે લાંબી શોધખોળ બાદ આખરે યુવકનો મૃતદેહ મળ્યો હતો. ઘટનાને પગલે તાપી જિલ્લા ના જૂના સાતકાશી ગામના શોક વ્યાપી ગયો છે. મૃતક યુવકને ત્રણ સંતાન હોવાનું જાણવા મળ્યું છે. અને મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલ તો ઉમરપાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *