નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીના વહેણમાં અચાનક મોટો ફેરફાર

Featured Video Play Icon
Spread the love

નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીના વહેણમાં અચાનક મોટો ફેરફાર
કાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો
નદીમાં 2 ફાંટા પડી જતાં બીજું વહેણ શરૂ થયું

નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીના વહેણમાં અચાનક મોટો ફેરફાર થતાં કાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. વિરાવળ ગામ પાસે દરિયાના ખારા પાણીને અટકાવવા તથા સિંચાઈના હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા ટાઈડલ વિયર ડેમની કામગીરી પૂર્ણતાના આરે છે. પરંતુ તાજેતરમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક વધતાં, નવનિર્મિત ડેમની આડી દિવાલોની બાજુમાંથી ધસમસતો પ્રવાહ શરૂ થઈ ગયો છે. જેના પરિણામે નદીમાં 2 ફાંટા પડી જતાં બીજું વહેણ શરૂ થયું છે.

ખેતીની જમીન અને પાકને વ્યાપક નુકસાન પૂર્ણા નદીએ અચાનક અલગ ફાંટો પકડતાં ફળદ્રુપ જમીન ધોવાણની ચિંતા ઊભી થઈ છે. મજબૂત પાળા કે રક્ષણાત્મક દિવાલોના અભાવે પાણી સીધું ખેતરોમાં ફરી વળ્યું છે, ડેમના પાળાના ધોવાણને લીધે 50 ફૂટ જેટલું ધોવાણ થતાં તેમની વાડીમાં રહેલા આંબા, નાળિયેરી અને 10 થી 12 જાતના શાકભાજીના પાકને જમીન ધોવાણની ચિંતા ઊભી થઈ છે. મજબૂત પાળા કે રક્ષણાત્મક દિવાલોના અભાવે પાણી સીધું ખેતરોમાં ફરી વળ્યું છે.

તંત્રની કામગીરી અને જવાબદારી અંગે સ્પષ્ટતા ડ્રેનેજ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ.એ.ઘેલાણીએ પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે કે, ઉપરવાસના ભારે પાણીથી 30 મીટરના માટીના ૫ પરથી પાણી ઓવરટોપ થતાં પથ્થરના પીચિંગના અભાવે રેતીનું ઈરોઝન થયું છે. હાલ ઘટનાસ્થળે મોટા વાહનો પહોંચાડી શકાય તે માટે ઈંટ-પથ્થર નાખી એપ્રોચ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. તૈયાર થતાં જ મોટા પથ્થરોનું ડમ્પિંગ કરી પાણીનો પ્રવાહ રોકવામાં આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *