સુરતના ગોડાદરા વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી

Featured Video Play Icon
Spread the love

સુરતના ગોડાદરા વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી
શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મરમાં આગ
આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી

સુરતના ગોડાદરા વિસ્તારમાં માનસરોવર સોસાયટી પાસે શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી જોકે ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી માનસરોવર સોસાયટી નજીક શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ હોવાની માહિતી સામે આવી નથી. ઘટનાના કારણે થોડા સમય માટે વિસ્તારમાં લોકોની ભીડ પણ એકત્ર થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *