સુરતના કતારગામમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરતના કતારગામમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી
તાપી સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી નવરાત્રીની પરંપરા
આઠમના પર્વે માતાજીના વધામણાં સાથે ભવ્ય મહાઆરતી
સોસાયટીના સભ્યો એકત્રિત થઈ કરે છે માતાજીની આરાધના
નાના-મોટા સૌ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવે છે નવરાત્રી
કતારગામની તાપી સોસાયટીમાં આઠમની અનોખી પરંપરા

સુરતના કતારગામ વિસ્તારમાં નવરાત્રીના પર્વની ભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કતારગામ પર આવેલી તાપી સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા દસ વર્ષથી સોસાયટીના સભ્યો સાથે મળીને નવરાત્રીની ઉજવણી કરે છે. ખાસ કરીને આઠમના દિવસે માતાજીના વધામણાં કરી ભવ્ય મહાઆરતી યોજવાની પરંપરા અહીં અનોખી ઓળખ બની છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ ઉત્સવમાં જોડાઈને ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરે છે.

નવરાત્રી એટલે શક્તિની આરાધના, ભક્તિ અને સામૂહિક એકતાનો પર્વ. સુરતના કતારગામની તાપી સોસાયટીમાં આ પર્વની ઉજવણી કંઈક વિશેષ અંદાજમાં કરવામાં આવે છે. કતારગામમાં આવેલી આ તાપી સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સોસાયટીના તમામ સભ્યો એકજૂથ થઈને નવરાત્રીના નવ દિવસ ઉત્સાહભેર ઉજવણી કરે છે. પરંતુ આઠમનો દિવસ અહીં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આઠમના પાવન દિવસે સોસાયટીના સભ્યો ગેટ પરથી માતાજીને ભક્તિભાવપૂર્વક લાવી વધામણાં કરે છે અને ત્યારબાદ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે નાના બાળકો, યુવાનો, માતાઓ-બહેનો અને વડીલો સહિત સૌ કોઈ એકસાથે જોડાઈને માતાજીની આરાધના કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *