કતારગામ બ્રિજ પર મોડી રાત્રે માટી અને કપચી ભરેલ ડમ્પર પલ્ટી ગયુ
વળાંક ઉપર લોખંડની ગ્રીલ લગાવેલી હોવાથી જાનહાની ટળી
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે કતારગામ બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં માટી અને કપચી ભરેલ ડમ્પર પલ્ટી ગયુ હતું.
સુરતમાં ભારે વાહનના ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે સુરતના કતારગામ બ્રિજ ઉપર મોડી રાતે અકસ્માતની ઘટના બની હતી. જેમાં માટી અને કપચી ભરેલ ડમ્પર પલટી ખાઈ ગયું હતું. કતારગામ ગોતાલાવાડી પાસે ઉતરતા બ્રિજ ઉપર વળાંક લેતી વખતે ડ્રાઈવરે સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત થયા હોવાનો અનુમાન લગાવાઈ રહ્યુ છે. તો વળાંક ઉપર લોખંડની ગ્રીલ લગાવેલી હોવાથી મોટી જાનહાની ટળી છે. જ્યારે અકસ્માતની ઘટનામાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતું.
