નવસારીમાં એક નિર્ણયે શહેરીજનોમાં ભારે આક્રોશ

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં એક નિર્ણયે શહેરીજનોમાં ભારે આક્રોશ
પાલિકાએ અડધો ફૂટની જગ્યામાં લોખંડની ગ્રીલ ફિટ કરવાનું શરૂ કરી દીધું
અણઘડ નિર્ણય સામે ભાજપના જ નગરસેવકે મોરચો માંડ્યો

નવસારીના હૃદયસમાન લુન્સીકુઈ મેદાનમાં મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા વિકાસના નામે લેવાયેલા વધુ એક નિર્ણયે શહેરીજનોમાં ભારે આક્રોશ જગાવ્યો છે. મેદાનની ફરતે આવેલા જે ઓટલા પર વર્ષોથી સિનિયર સિટિઝન્સ, મહિલાઓ અને બાળકો બેસતા હતા, ત્યાં પાલિકાએ અડધો ફૂટની જગ્યામાં લોખંડની ગ્રીલ ફિટ કરવાનું શરૂ કરી દીધું છે. પરિણામે હવે લોકો માટે ત્યાં બેસવું અશક્ય બની ગયું છે. આ અણઘડ નિર્ણય સામે સ્થાનિકો સહિત ભાજપના જ નગરસેવકે મોરચો માંડ્યો છે.

આ છે નવસારીનું હૃદય ગણાતું લુન્સીકુઈ મેદાન. જ્યાં હાલ સિન્થેટિક ટ્રેક સહિત કરોડોના ખર્ચે સ્પોર્ટ્સ ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ વિકાસ હવે શહેરીજનો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. મેદાનની ફરતે આવેલા એક ફૂટ પહોળા પાળાની બિલકુલ વચ્ચે પાલિકાના વહીવટી તંત્રએ લોખંડની મજબૂત ગ્રીલ ઊભી કરવાનું કામ શરૂ કરી દીધું છે. જેના કારણે વર્ષોથી અહીં વિસામો લેતા વૃદ્ધો અને મોર્નિંગ વોકર્સ માટે બેસવાની જગ્યા જ છીનવાઈ ગઈ છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મામલો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચ્યો છે.

વોર્ડ નંબર ૧૩ના ભાજપના નગરસેવક વિજય રાઠોડ તાત્કાલિક લુન્સીકુઈ મેદાન ખાતે દોડી આવ્યા હતા અને લોકહિતને ધ્યાનમાં રાખીને આ જનવિરોધી કામગીરી તાત્કાલિક મહાનગરપાલિકાનું અંધેર વહીવટી તંત્ર આ લોખંડની ગ્રીલ હટાવીને વડીલોનો વિસામો પાછો આપે છે કે પછી પોતાની જિદ્દ પર અડગ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *