સુરત પીપલોદની રાધાકૃષ્ણ હોટેલના દાળ તડકામાં વંદો નીકળ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત પીપલોદની રાધાકૃષ્ણ હોટેલના દાળ તડકામાં વંદો નીકળ્યો
વીડિયો વાયરલ થતાં પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં, દંડ-નોટિસથી કાર્યવાહી પૂર્ણ

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ હોટેલના દાળ તડકાના પાર્સલમાંથી વંદો નીકળ્યાનો મામલો સામે આવતા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું, પરંતુ કાર્યવાહી માત્ર દંડ અને નોટિસ સુધી જ સીમિત રહી હતી.

સુરતના પીપલોદની રાધાકૃષ્ણ હોટેલમાંથી દાળ તડકાનું પાર્સલ મંગાવનાર ગ્રાહકને દાળમાંથી વંદો મળી આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં અઠવા ઝોનના આરોગ્ય વિભાગની ટીમે હોટેલમાં તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ હોટેલને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને નોટિસ પણ આપવામાં આવી છે. જોકે, ગંભીર બેદરકારીના આક્ષેપ વચ્ચે માત્ર દંડની કાર્યવાહીથી પાલિકાએ સંતોષ માન્યો હોવાના સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *