રાજકોટમાં કોંગ્રેસ નેતા અને પોલીસ વચ્ચે ઝપાઝપી, વિડિઓ

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં કોંગ્રેસ નેતા અને પોલીસ વચ્ચે ઝપાઝપી, વિડિઓ
ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ રેલી યોજે તે પહેલાં જ નેતાઓને ડિટેઇન કરાયા,
પીડિતોને ન્યાય અપાવવા સતત 6 દિવસ કાર્યક્રમ

તારીખ 25 મે, 2024 ને શનિવારની ઢળતી સાંજે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ગેમઝોન પાસે ફાયર એનઓસી જ નહોતું. હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે ગાઇડલાઇન તો જાહેર કરી, પણ હજુ સુધી સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી. આ ઘટનાની પ્રથમ વરસી નજીક આવતાં પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે,

આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ની સામાન્ય સભા ભારે હોબાળા વચ્ચે શરૂ થઈ હતી. સભાની શરૂઆત જ ગમગીન માહોલમાં થઈ જ્યારે તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યારે વિપક્ષ નેતા વશરામ સોગઠિયાએ હાથમાં TRP ગેમ ઝોન અને પ્રિ-મોન્સુનની કામગીરી અંગે હોબાળો કરતા મામલો ગરમાયો હતો. મેયરને જણાવ્યું હતું કે, તમારા ભાજપના વખાણ અમારે સાંભળવા જ નથી. જેને લઈને ભાજપનાં કોર્પોરેટરોએ કડક પગલાં લેવાનું જણાવતા જ સાગઠિયાએ જણાવ્યું હતું કે, હું ખોટો હોઉં તો મારા ઉપર ફરિયાદ દાખલ કરો. જો મરદનાં દીકરા હોય તો મારા ઉપર FIR દાખલ કરો બાકી મારો વારો આવશે ત્યારે ફીણ કાઢી નાખીશ, હું વશરામ સાગઠિયા છું મારી સામે આવવું નહીં. હું પ્રજાના પ્રશ્નો અંગે વાત કરું છું

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા 6 દિવસના જુદા જુદા કાર્યક્રમોની વાત કરીએ તો આજે ત્રિકોણબાગથી મ્યુ. કમિશનર કચેરી સુધી રેલી યોજવાની હતી, પરંતુ તમામની અટકાયત કરી લેવામાં આવી છે. આવતીકાલે (21 મેને બુધવાર) સવારે પોલીસ કમિશનરને રૂબરૂ મળીને સમગ્ર ઘટનાની ગંભીરતાથી રજૂઆત કરવામાં આવશે. ત્યાર બાદ બપોરના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ‘ન્યાય સંકલ્પ રથ’નું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ રથ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે અને પીડિતો માટે ન્યાયની માગણીને વધુ મજબૂત બનાવવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *