સુરત માંડવીના ગોદાવાડી ગામે લૂંટ વિથ મર્ડરનો મામલો

Featured Video Play Icon
Spread the love

સુરત માંડવીના ગોદાવાડી ગામે લૂંટ વિથ મર્ડરનો મામલો
હત્યારાઓ નહીં ઝડપાય ત્યાં સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં
ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખ્સોએ નિધિ પટેલની હ ત્યા કરી

સુરત માંડવીમાં નિધી પટેલની હત્યાનો કેસની હાલ તપાસ ચાલી રહી છે. કોઈ જાણભેદુ હત્યા પાછળ હોવાની આશંકા છે. ત્યારે હત્યારાઓ નહીં ઝડપાય ત્યાં સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે પરિવાર..

માંડવીમાં હત્યા સમયે નિધીના મોંઢા પર 3 પ્લાસ્ટિકની થેલી બાંધી હતી. ઉપરાંત , ત્રણ દોરી બાંધી હતી અને ચોથી દોરી બાંધી હત્યા કરી હતી. તેમજ ઘરમાંથી 25 હજાર રોકડા, ચેઇન-વીંટી અને સાંકળાની લૂટ થઈ હતી. મૃતક નિધી પટેલના પિતાએ કહ્યું, તેમની દીકરીએ એન્જિનિયરિંગ પૂરું કર્યું હતું અને કેનેડા જવાની તૈયારી કરતી હતી. આ માટે તેણે પરીક્ષા પણ આપી હતી. પાસપોર્ટ પણ કઢાવી લીધો હતો. ચારથી પાંચ જ મહિનામાં તે કેનેડા જવાની હતી. પરિવારની એક જ માંગ છે કે જ્યાં સુધી હત્યારો નહીં પકડાય ત્યાં સુધી દીકરીના અંતિમ સંસ્કાર નહીં કરીએ. ઘટના બાદથી ગોદાવાડી ગામમાં ભયનો માહોલ છે, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની તપાસ એજન્સીઓ ગામમાં જ રોકાઈને તપાસ કરી રહી છે. નિધીના કૉલેજના મિત્રો અને પિરિચિતોને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. રત ગ્રામ્ય એસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ DySP, 4 PI અને 8 PSI સહિત કુલ 8 અલગ-અલગ ટીમો આ કેસ ઉકેલવા કામે લાગી છે. માંડવી PI જે.એસ. વળવી તપાસનું સંચાલન કરી રહ્યા છે. કેસ ઉકેલવા માટે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ છે તેમજ ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવ્યા છે. પરિવારના સભ્યોના નિવેદનો પણ નોંધાયા છે. હત્યારાઓ નહીં ઝડપાય ત્યાં સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે પરિવાર..

પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટનાસ્થળની સ્થિતિ જોતાં એવું લાગે છે કે હત્યાને લૂંટ જેવો રંગ આપવાનો ફક્ત પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુનેગારો પાછળના દરવાજેથી કોઈ પણ પ્રકારની ઝપાઝપી કે અવરોધ વગર ઘરમાં ઘૂસ્યા હતા, જેથી હત્યા પાછળ કોઈ પરિચિત વ્યક્તિ હોવાની પ્રબળ આશંકા છે.હત્યારાઓ પહેલેથી જ જાણતા હતા કે ઘરમાં કોણ હાજર છે અને કબાટ ક્યાં આવેલો છે. આથી પોલીસનું માનવું છે કે હત્યાનો મુખ્ય હેતુ માત્ર ચોરી કે લૂંટ નથી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *