સુરતમાં છેડતી કરનાર 50 વર્ષીય આધેડ ઝડપાયો
પોલીસે આરોપી પહુ જેબલીયાની ધરપકડ કરી
સુરતના વરાછા ખાતે આવેલ ભગીરથ સોસાયટીમાં 17 વર્ષીય કિશોરી ની છેડતી કરનાર 50 વર્ષીય આધેડને પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતના વરાછા ભગીરથ સોસાયટી માં રહેતી 17 વર્ષીય યુવતી કામ અર્થે જતી હતી તે દરમિયાન 50 વર્ષીય આધેડે યુવતીની છેડતી કરી ધમકી આપી હતી. આધેડ આરોપી પહુ જેબલીયાએ કિશોરીને ચિઠ્ઠી આપી ફોન કરવા જણાવ્યું હતું અને અન્ય યુવક સાથે સબંધ હોવાનું કહી પિતાને જણાવી દેવાનું કહી કિશોરીને બ્લેકમેઈલ કરતો હતો. જેથી કિશોરીએ સમગ્ર હકીકત પિતાને જણાવતા મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો જેને લઈ વરાછા પોલીસે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પહુ જેબલીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
