વી.એન.એસ.જી.યુ. હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા મુદ્દે એબીવીપીનો વિરોધ
મેસ ફી વધારા છતાં નીચી ગુણવત્તા, રજીસ્ટ્રાર ઓફિસ બહાર ધરણા
ફૂડ પોઈઝનિંગ આક્ષેપ વચ્ચે યુનિવર્સિટી પ્રશાસન સામે વિદ્યાર્થી આક્રોશ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે જમવાનુ સારી ગુણવત્તાનો ન હોવાનુ કહી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન રાયુ હતું.
વીએનએસજીયુ ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. યુનિવર્સિટી સંલગ્ન છાત્રાલવાસમાં છેલ્લા એક મહિનાથી જમવાનું સારું નથી આવતું જેને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ તથા ભોજનને લઈને સમસ્યાઓ બાબતે વિદ્યાર્થી પરિષદ દ્વારા દસ દિવસ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઈને એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે પહોંચી રજીસ્ટ્રારની ઓફિસ બહાર ધરણા કરી રામધૂન બોલાવી હતી. અને કહ્યુ હતુ કે અગાઉ બોયઝ હોસ્ટેલમાં 2000 મેસની ફી હતી જે 2400 કરાઈ છે અને ગર્લ્સ હોસ્ટેલમાં મેસની ફી 1700 હતી જે પણ વધારી 2400 કરાઈ છે છતા ગુણવત્તાયુક્ત ભોજન ન મળતુ હોવાના આક્ષેપો કરાયા હતાં.
