ચિરાગ ગોટી ફોટો વિવાદે રાજકીય ગરમાવો
નંદલાલ પાંડવની પોસ્ટ બાદ વિનુ મોરડીયાની પ્રતિક્રિયા
કતારગામમાં ચિરાગ ગોટી મુદ્દે ભાજપમાં ઘમાસાણ
માથાભારે ચિરાગ ગોટી સાથી ધારાસભ્ય વિનુ મોરડીયાના ફોટાને લઈ ભાજપ આગેવાન નંદલાલ પાંડવે મુકેલી પોસ્ટને લઈ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે વિનુ મોરડીયાએ પોસ્ટને લઈ પ્રતિક્રિયા આપી હતી.
માથાભારે છાપ ધરાવતા ચિરાગ ગોટી મામલો રાજકીય માહોલ ગરમાયો છે. કતારગામમાં પ્રજાપતિ સમાજ સામે આવ્યો હોય તેમ વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન નંદલાલ પાંડવ દ્વારા સોશીયલ મીડિયામાં પોષ્ટ મુકી સમાજ ને એક થવા જણાવ્યું હતું. પોસ્ટમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મરોડીયા સામે પણ સવાલો ઉભા કર્યા હતાં. વિનુભાઈ મોરડીયાએ સામાજના એક કાર્યક્રમમાં મોટી મોટી વાતો કરી હતી. અને બોલ્યા હતા કે અસામાજિક તત્વો કતારગામ છોડી દેય, આઠ વર્ષથી કોઈ ગેંગ રહેવા દીધી નથી તો સાહેબ આ તમારા જ ગામનો ટપોરી આટલી હદે લોકોને માર મારી રહ્યો છે એ શું છે. સાથે વોર્ડ નંબર 7માં સરકારી સ્કૂલ નથી બનવા દેતા તેમાં પણ નીતિ નિયમોની ઉપરવટ જઈને સ્કૂલ નું સ્થળ ફેરવી નાખ્યું કહેવાની વાત એમ છે કે યેનકેન પ્રકારે પ્રજાપતિ સમાજ ને ટાર્ગેટ બનાવી હેરાન કરવામાં આવી રહ્યો છે. સોસીયલ મીડિયામાં ચિરાગ ગોટી રાજકીય સાઠગાંઠને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વિનુ મોરડીયાએ ભાજપ નેતા નંદલાલ પાંડવની પોસ્ટ અને ચિરાગ ગોટી સાથેના ફોટા અંગે મીડિયા સમક્ષ વાત મુકી હતી.
