સુરતમાં ધાડના ગંભીર ગુનમાં વોન્ટેડ રીઢા આરોપી
સચીન જીઆઈડીસી પોલીસની ટીમે ઝડપી પાડ્યો
કાનુચરણ ઉર્ફે કાનુ પાંડુસુ પ્રધાનને ઝડપી પાડ્યો
સુરતમાં ધાડના ગંભીર ગુનમાં વોન્ટેડ રીઢા આરોપીને સચીન જીઆઈડીસી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ભરતસિંહ અને દિનેશભાઈને મળેલી બાતમીના આધારે સચીન પોલીસ મથકમાં ધાડના ગંભીર ગુનામાં બીએનએસની કલમ 72 મુજબના વોરન્ટ નાસતા ફરત આરોપી એવા કાનુચરણ ઉર્ફે કાનુ પાંડુસુ પ્રધાનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
