સુરતની પાલ પોલીસે દેહવ્યાપાર પકડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની પાલ પોલીસે દેહવ્યાપાર પકડ્યો
પ્રવૃતિ કરાવનાર નાસતા ફરતા આરોપીને પણ ઝડપી પાડ્યો
ફરાર સાહીલ ઉર્ફે અયાન ચૌહાણને ઝડપી પાડ્યો

સુરતની પાલ પોલીસે દેહવ્યાપારની અનૈતિક પ્રવૃતિ શોધી કાઢી આ પ્રવૃતિ કરાવનાર નાસતા ફરતા આરોપીને પણ ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા અધિક પોલીસ કમિશ્નર, નાયબ પોલીસ કમિશ્નર, ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર ની સુચનાને લઈ પીઆઈ એસ.એ. શાહની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મગનસિંહની ટીમના અહેકો વિજયદાન તથા દિલીપ અને લોકરક્ષક વિશાલ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે બાલમાં આવેલ ગૌરવપથ રોડ પર બેલેઝીમો હબ કોમ્પલેક્ષમાંથી ઝડપાયેલા દેહવેપારની ઘટનામાં વોન્ટેડ એવા દેહવેપાર ચલાવનાર અડાજણ ખાતે એસએમસી આવાસમાં રહેતા સાહીલ ઉર્ફે અયાન ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *