સાવરકુંડલામાં પાલિકા કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ.

Featured Video Play Icon
Spread the love

સાવરકુંડલામાં પાલિકા કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ.
પાલિકાના મેદાનમાં જ કર્મચારીઓએ જમાવ્યો અડીંગો.
મુખ્ય માંગ લઘુત્તમ વેતનની અમલવારી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની નગરપાલિકામાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ કરી દીધી છે. વર્ષોથી ચાલી આવતી વેતન વધારા અને અન્ય માંગણીઓ પર પાલિકા દ્વારા ધ્યાન ન આપવાથી કંટાળીને કર્મચારીઓએ આ કડક પગલું ભર્યું છે. હાલમાં કર્મચારીઓ પાલિકા મેદાનમાં જ અડીંગો જમાવીને ધરણા પર બેઠા છે અને તેમની મુખ્ય માંગ લઘુત્તમ વેતનની અમલવારી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની નગરપાલિકામાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાલ દરમિયાન કર્મચારી મંડળના પ્રમુખ સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી વેતન વધારા, ગ્રેડ પે, રજાઓ અને અન્ય સુવિધાઓ અંગે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. તેમણે કહ્યું કે વાર-તહેવારોમાં પણ આવશ્યક સેવાઓ જેમ કે પાણી પુરવઠો, સફાઈ, લાઇટિંગ અને અન્ય સેવાઓ ચાલુ રાખવા માટે કર્મચારીઓને રજા વગર કામ કરવું પડતું હતું. આ સતત અન્યાય અને અવગણનાથી કંટાળીને આજથી અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. પરિણામ ન મળે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. અમે માત્ર અમારા હક્કની વાત કરી રહ્યા છીએ. લઘુત્તમ વેતન મળે, રજાઓનો આદર થાય અને કામના કલાકોનું નિયમન થાય એટલી સામાન્ય માંગ છે.” કર્મચારીઓની માંગણીઓમાં લઘુત્તમ વેતનની અમલવારી ઉપરાંત ઓવરટાઇમ ભથ્થું, મેડિકલ સુવિધા, પેન્શન અને નિયમિત ભરતી જેવા મુદ્દાઓ પણ સામેલ છે.

હડતાલને કારણે નગરપાલિકાની ઘણી આવશ્યક સેવાઓ પર અસર પડી શકે છે. સફાઈ વ્યવસ્થા, પાણી પુરવઠો અને અન્ય નાગરિક સુવિધાઓમાં વિક્ષેપની શક્યતા છે. કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આવશ્યક સેવાઓમાં પણ હડતાલમાં જોડાશે અને પાલિકા પ્રશાસનની પ્રતિક્રિયા જોઈને આગળના પગલાં નક્કી કરશે. સ્થાનિક નાગરિકોમાં પણ આ મુદ્દે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક કર્મચારીઓની માંગને યોગ્ય માની રહ્યા છે, જ્યારે કેટલાક નાગરિકોને ચિંતા છે કે હડતાલ લાંબી ચાલે તો નગરની સુવિધાઓ ખોરવાઈ શકે છે. બીજી તરફ કર્મચારી મંડળના નેતાઓ કહે છે કે તેઓ વર્ષોથી ધીરજ રાખી રહ્યા છે અને હવે બીજો કોઈ રસ્તો નથી બચ્યો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *