બોટાદ રાણપુરમાં લિફ્ટ આપવાના બહાને વૃદ્ધા સાથે લૂંટ
અજાણ્યા બાઈક ચાલકે વૃદ્ધાને લિફ્ટ આપી સોનાની બુટ્ટી લૂંટી
બોટાદ રાણપુર તાલુકાના ઉમરાળા ગામ નજીક એક વૃદ્ધા સાથે લૂંટની ઘટના બની છે. બોડી ગામથી ઉમરાળા જઈ રહેલા અમુબેન જીવણભાઈ મકવાણાને એક અજાણ્યા બાઈક ચાલકે લિફ્ટ આપી હતી.
બોટાદ રાણપુર તાલુકાના ઉમરાળા ગામની હદમાં પહોંચતા જ બાઈક ચાલકે બાઈકને રોડ પરથી નીચે ઉતારી બાવળની કાંટમાં લઈ ગયો હતો. ત્યાં તેણે વૃદ્ધાના બંને કાનમાંથી સોનાની બુટ્ટીઓ ખેંચી લીધી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી અમુબેન મકવાણા થોડા સમય માટે બેભાન થઈ ગયા હતા. તેમણે બુમો પાડતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વૃદ્ધાના બંને કાનમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા રાણપુર પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
