માંડવી ખાતે દેવબીરસા સેના દ્વારા પ્રાંત અધિકારીને આવેદન
વટલાયેલા ખિસ્તીઓ દ્વારા બનાવવામાં આવેલ ચર્ચનો મુદ્દો
માંડવી પ્રાંત અધિકારીને દેવ બિરસા સેના દ્વારા તારીખ ૫ જાન્યુઆરીના સોમવારે 1.00 કલાકે સુરત જિલ્લા બિરસા સેનાના અધ્યક્ષ ચંપકભાઈ ચૌધરીના નેજા હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું,
માંડવી પ્રાંત અધિકારીને દેવ બિરસા સેના દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં જેમાં તમામ આદિવાસી સમાજ ભાઇઓ અને બહેનો.તથા યુવાનો બધા મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તા ભેગા થઈને નગરપાલિકાનું ગ્રાઉન્ડ પરથી રેલી કાઢવામાં આવી હતી, માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આવેદનપત્રમાં જણાવવામાં આવેલ હતું કે, અમારો સમાજ પૂર્વજોની ચાલી આવેલ પરંપરા મુજબ પુંજમૂકી દેવોને પૂજતા આવેલ છે, અમારા આદિવાસી વિસ્તારમાં ખિસ્તી ધર્મના વટલાયેલા ખિસ્તી દ્વારા ખુલ્લેઆમ ધર્માંતરની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, તેમજ ખિસ્તી મશીનરી સંસ્થાઓ દ્વારા તમામ જમીનો પર ચર્ચ બનાવવામાં આવેલ છે તે જમીન કોની છે તેની તપાસ કરવામાં આવે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ધર્માંતરની પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે એવી દેવબીરસા સેનાની માંગ ઉઠી રહી છે. આ પ્રસંગે દેવ મિશ્રા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
