સુરત જિલ્લાના માંડવીના કલમકુવા ખાતે ભૂસ્તર અધિકારીઓની રેડ

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લાના માંડવીના કલમકુવા ખાતે ભૂસ્તર અધિકારીઓની રેડ
ગેરકાયદેસર માટી ખનન મોટાપાએ વેપલો
ગેરકાયદેસર માટી ખનનમાં 70 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત જિલ્લાના માંડવીના કલમકુવા ખાતે ભૂસ્તર શાસ્ત્રીની રેડ ને પગલેભૂ-માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

સુરત જિલ્લાના માંડવીના કલમકુવા ખાતે ભૂસ્તર શાસ્ત્રી પી.આર ખાંભલાના માર્ગદર્શન હેઠળ માઇન્સ સુપરવાઇઝર ઘનશ્યામ વાઘાણી, ઉર્વીલ દોશી વિભાગ ટીમે દરોડો પાડી બિનઅધિકૃત સાદી માટી ખનીજના ખોદકામ અને વહન પ્રવૃત્તિને ઝડપી પાડી હતી. ટીમની આ ઓચિંતી કાર્યવાહીમાં ઘટનાસ્થળેથી ગેરકાયદેસર ખનન માટે વપરાતું એક જેસીબી મશીન અને માટીના વહન માટે વપરાતી ત્રણ ટ્રેક્ટર ટ્રોલી જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા વાહનો અને સાધનોની કુલ કિંમત આશરે ૭૦ લાખ જેટલી આંકવામાં આવી છે. તમામ મુદ્દામાલ સીઝ કરીને કસાલ ખાતે કમ્પાઉન્ડ ખાતે સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવ્યો છે. આ મામલે સંડોવાયેલા ભૂ-માફિયાઓ સામે હવે આગળની કાયદેસરની અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન સામે લેવાયેલા આ કડક પગલાને કારણે વિસ્તારના ભૂ-માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે તંત્રની આ ઝુંબેશ ચાલુ રહેશે. એમ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *