જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં યુવકની હત્યા
જયેશ ચાવડા નામના યુવકની હત્યા
જયેશની હત્યા તેની પત્નીના પૂર્વ પતિએ કરી
જામનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક ભાઈએ તેના જ ભાઈને રહેંસી નાખ્યો હતો. પૂર્વ પત્નીના સંબંધોના કારણે આ હત્યાકાંડ સર્જાયો હતો
જામનગરમાં પત્ની સાથે થયેલા છુટાછેડા બાદમાં પત્નીના અન્ય જગ્યાએ લગ્નને લઇને સગા મામા ફોઇના ભાઇઓ વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ યુવકના તેની પત્ની સાથે છુટાછેટા થયા હતા, જે બાદ તેની પત્નીએ અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા. જે વાત પૂર્વ પતિને મંજૂર નહી હોવાથી આજે સાડા અગીયાર વાગ્યાના અરસામાં પત્નીના વર્તમાન પતિ અને તેના ભાઈને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા નામના 28 વર્ષના યુવાન પર દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54ના છેડે તેનાજ પિતરાઈ ભાઈ દિલીપ રમેશભાઈ ચાવડાએ છરીના ઉપરા છાપરી 4 જેટલા ઘા ઝીકી દઈ હત્યા નિપજાવી હતી. મૃતક યુવાન પોતાના એકટીવા પર જઈ રહ્યો હતો, જે દરમિયાન આરોપીએ રસ્તામાં રોકીને તેના પર આ હુમલો કરી દીધો હતો. યુવાન લોહી લુહાણ થઈને ત્યાં ઢળી પડ્યો હતો અને લોહીનું ખાબોચિયું ભરાયું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. પોલીસ દ્વારા આ પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જેમાં મૃતક યુવાન જયેન્દ્ર ઉર્ફે જયલો આજથી આઠ મહિના પહેલા આરોપી દિલીપની પત્નીને ઉઠાવી ગયો હતો અને પોતાના ઘરમાં બેસાડી હતી. જેનું મનદુઃખ રાખીને આરોપીએ મોકાનો લાભ લઇ હત્યા કરી નાખી પોતાનો મનસુબો પર પડ્યો હતો. પોલીસ દ્વારા મૃતક જયેશના પિતા જગદીશભાઈ ચાવડાની ફરિયાદના આધારે આરોપી દિલીપ સામે હત્યા અંગે ગુન્હો નોંધી તેની અટકાયત કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
