સુરતના ઈચ્છાપોર ખાતે આવેલ ગ્રીન લેબ ડાયમંડમાં વિરોધ
રત્નકલાકારોએ ભાવ ઘટાડાને લઈ વિરોધ કરી હડતાળ પાડી
સુરતના ઈચ્છાપોર ખાતે આવેલ ગ્રીન લેબ ડાયમંડમાં રત્નકલાકારોએ ભાવ ઘટાડાને લઈ વિરોધ કરી હડતાળ પાડી હતી.
સુરતના ઈચ્છાપોરની ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં રત્નકલાકારોની હડતાળ પર ઉતર્યા હતાં. પ્રતિ કેરેટ 250 જેટલો ભાવ તોડાતા રત્નકલાકારોએ વિરોધ કર્યો હતો. તો માલિકે કહ્યું હતુ કે ભાવ ઘટાડો કરાયો નથી. પ્રતિ કેરેટ ભાવમાં કપાત થતાં 100થી વધુ કારીગરોએ હડતાળ પર ઉતરીને કંપનીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મેનેજરે તમામ રત્નકલાકારોને ઓડિયો મેસેજ મોકલી કહ્યું કે, એ જ ભાવે પાછા આવી જાઓ. ત્યારબાદ રત્નકલાકારો પાછા નોકરી પર પરત ફર્યા હતાં.
