ભાવનગરમાં એસીએફ પતિએ કરી પત્ની અને દીકરાની હત્યા

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં એસીએફ પતિએ કરી પત્ની અને દીકરાની હત્યા
આરોપી શૈલેષ ખાંભલાના પિતા બચુભાઈએ આપી પ્રતિક્રિયા
મારા ઘરનો માળો પીંખી નાંખનારને કડક સજા મળવી જોઈએ

ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા. શૈલેષે આ હત્યા ઘર કંકાસમાં કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. પરંતુ, 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરી દાટી દીધા હતા.આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ભરતનગર પોલીસ દ્વારા પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપી શૈલેષ ખાંભલાના પિતા બચુભાઈએ સોશિયલ મીડિયાથી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મારા ઘરનો માળો પીંખી નાંખનારને કડક સજા મળવી જોઈએ

આરોપી શૈલેષ ખાંભલાને પૂછપરછ માટે ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ભાવનગર એસપી નિતેશ પાંડે, એલસીબી ટીમ અને ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઇ હાજર રહ્યા હતા. જેમાં પ્રથમ રેન્જ આઈજી ગૌતમ પરમાર પાસે લઈ જવામાં આવ્યો ત્યારે બાદ એસપી નિતેશ પાંડે પાસે પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. આરોપી શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરાશે અને પોલીસ 14 દિવસના રિમાન્ડની માગણી કરશે. તપાસ દરમિયાન પોલીસે પત્નીનો મોબાઈલ ચેક કરતા તે ફ્લાઇટ મોડમાં હતો અને તેમાં એક ડ્રાફ્ટ મેસેજ પડેલો હતો. આ મેસેજ પતિ કોઈ પરિવારજનને કરવાનો હતો. આ મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા તે મિસમેચ આવ્યો હતો. જેના આધારે પોલીસને પતિ પર શંકા પડી અને આખો કેસ ઉકેલી લીધો હતો. આરોપી શૈલેષ ખાંભલાએ 2 નવેમ્બરે જ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે એડવાન્સ પ્લાનિંગ કરી ખાડો ખોદી રાખ્યો હતો. ત્યાર બાદ બે ગાડી માટી પણ મંગાવી રાખી હતી. આખું પ્લાનિંગ થઈ ગયા બાદ તેણે પત્ની, પુત્ર અને પુત્રીને 5-6 નવેમ્બરના રોજ પતાવી દીધા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *