જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ

Featured Video Play Icon
Spread the love

જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ
દુષ્કર્મ અને 1 લાખની છેતરપિંડી બદલ ફિરોજ મેડા વિરુદ્ધ ફરિયાદ
શાદી.કોમ વેબસાઈટથી આરોપી યુવતીના સંપર્કમાં આવ્યો હતો

જામનગરમાં શાદી.કોમ વેબસાઈટ દ્વારા પરિચયમાં આવેલી એક પરપ્રાંતિય યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરવા અને રૂપિયા એક લાખની છેતરપિંડી કરવા બદલ એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે

જામનગરમાં શાદી.કોમ વેબસાઈટ દ્વારા પરિચયમાં આવેલી યુવતીને ભાડાના મકાનમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ધંધાના બહાને પૈસા પડાવી લેવાયા હતા. આરોપીએ લગ્ન કરવાનો અને પૈસા પરત કરવાનો ઇનકાર કરતા યુવતીએ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ મહારાષ્ટ્ર રાજ્યની વતની અને હાલ જામનગરમાં ભાડાના મકાનમાં રહેતી 35 વર્ષીય યુવતીનો પરિચય શાદી.કોમ વેબસાઈટ મારફતે જામનગરના સરલાબેન આવાસમાં રહેતા ફિરોજ અહેમદભાઈ મેડા નામના શખ્સ સાથે થયો હતો. ફિરોજે યુવતીને લગ્ન કરવાનું પ્રલોભન આપી જામનગર બોલાવી હતી. અંતે, ફિરોજે યુવતી સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને લીધેલા રૂપિયા એક લાખ પણ પરત આપવાની ના પાડી. આથી, યુવતીએ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફિરોજ અહેમદભાઈ મેડા વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દુષ્કારમાં આરોપી ફિરોજે યુવતીને એક ભાડાના મકાનમાં રાખી હતી. તે ત્યાં અવારનવાર મળવા જતો હતો અને પોતે પરણીત હોવા છતાં પત્નીને છૂટાછેડા આપી દીધા હોવાનું જણાવ્યું હતું. તેણે ટૂંક સમયમાં યુવતી સાથે લગ્ન કરી લેવાની લાલચ આપી હતી અને આ પ્રલોભન હેઠળ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમયગાળા દરમિયાન, ફિરોજે યુવતી પાસેથી ધંધાના કામ અર્થે રૂપિયા એક લાખ લીધા હતા, જે તેણે પરત કર્યા ન હતા. યુવતીને ફિરોજ પરણીત હોવાનું જાણ થતાં તેણે આ અંગે વાત કરી હતી. ત્યારે ફિરોજે પત્ની સાથે અણબનાવ ચાલતો હોવાનું અને છૂટાછેડા આપી યુવતી સાથે લગ્ન કરી લેવાનું કહી ફરીથી દુષ્કર્મ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *