ખેડાના નડિયાદમાં ધર્માંતરણ કેસમાં વધુ એક સકંજામાં

Featured Video Play Icon
Spread the love

ખેડાના નડિયાદમાં ધર્માંતરણ કેસમાં વધુ એક સકંજામાં
સ્ટીવનને મદદ કરનાર સ્મિતુલની પોલીસે કરી ધરપકડ
રામ તલાવડી વિસ્તારમાં ધર્માંતરણ માટે આપતા હતા લાલચ

ખેડા જિલ્લામાં બહાર આવેલા ચકચારી ધર્માંતરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સ્ટિવનના સાગરિત સ્મિતુલ મહિડાની ધરપકડ કરી છે

સ્મિતુલ આદિવાસી વિસ્તારમાં ફરીને યુવક યુવતીઓને લોભ લાલચ આપી નડિયાદ લાવવા તૈયાર કરતો હતો અને આરોપી સ્મિતુલ ફિલિપભાઈ મહિડા સ્ટિવન મેકવાન જેટલી જ જવાબદારી નિભાવતો હતો. તે રેસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ટ્રસ્ટ અને બાઇબલ કોલેજના પત્ર વ્યવહાર સહીત એકાઉન્ટ સંભાળતો હતો. ખેડા જિલ્લામાં બહાર આવેલા ચકચારી ધર્માંતરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સ્ટિવનના સાગરિત સ્મિતુલ મહિડાની ધરપકડ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સ્મિતુલ યુવક-યુવતીઓને લાલચ આપી નડિયાદ લાવતો હતો અને તે ટ્રસ્ટ તથા બાઇબલ કોલેજના પત્ર વ્યવહાર અને એકાઉન્ટ સંભાળતો હતો. હવે પોલીસ સ્મિતુલની પૂછપરછ કરી રહી છે. સ્મિતુલ મહિડાની પૂછપરછમાં નવા ખુલાસાની સંભાવના છે. તપાસમાં જણાયું છે કે સ્મિતુલ સ્ટિવન મેકવાની જેટલી જવાબદારી નિભાવતો હતો.

નડિયાદમાં આદિવાસી યુવાઓના ધર્માતરણ મામલો તાજેતરમાં બહાર આવ્યું હતું જેમાં પોલીસે મુખ્ય આરોપી સ્ટિવન મેકવાનની ધરપકડ કરી હતી. હવે પોલીસે આરોપી સ્મિતુલ મહિડાની ધરપકડ કરી છે જે મુખ્ય આરોપી સ્ટિવનનો સાગરિત છે. સ્મિતુલ ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યો કરવામાં આવતી આ સંસ્થાની પ્રવૃત્તિમાં બરાબર ભાગીદાર હોવાનું બહાર આવ્યું છે . બીજી તરફ સ્ટિવન મેકવાનના રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કરાયો છે જયારે સ્મિતુલ મહિડા પોલીસ પકડ મા અન્ય રાઝ ખોલે તેવી શક્યતા પોલીસ જોઈ રહી છે……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *