સુરતમાં ચકચારી આલોક હત્યાકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચકચારી આલોક હત્યાકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો
હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
ગુફરાન ઈસ્માઈલ શેખ કામરેજ ચોકડી પાસેથી ઝડપાયો

લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ચકચારી આલોક અગ્રવાલ હત્યા કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં ગત 2 ઓગષ્ટના રોજ આલોક અગ્રવાલ નામના ઈસમની ઘાત્કી હત્યા કરાઈ હતી જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થતા સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરાયુ હતું. તો આ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચ અને લિંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી અગાઉ મુખ્ય સુત્રધાર સહિત પાંચ જેટલા આરોપીઓ જેમાં અબરાર ઉર્ફે અબરાર લસ્સી ઉર્ફે માનસીક શેખ, દિપક સરજુ સીંગ, ભગવાન મગળુ સ્વાઈ, રમજાન ઉર્ફે પાડા સરદાર શેખ અને અફસર ઉર્ફે બોકા ખાનને ઝડપી પાડ્યા હતા જ્યારે હત્યાકાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપી એવા ગુફરાન ઈસ્માઈલ શેખને પણ કામરેજ ચોકડી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તેનો કબ્જો લિંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *