સુરત પીસીબીનીપોલીસની કામગીરી
17 વર્ષથી ફરાર ઈનામી આરોપી ઝડપાયો
આરોપીને પોલીસે મોરબીથી ઝડપ્યો
સુરત પીસીબીની ટીમે કામરેજ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં 17 વર્ષથી નાસતા ફરતા ઈનામી આરોપીને મોરબીથી ઝડપી પાડ્યો છે.
સુરત શહેર અને જિલ્લા સહિત રાજ્યમાં ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને લઈ સુરત પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં 17 વર્ષથી નાસતો ફરતો 10 હજારનો ઈનામી આરોપી હાલ મોરબી ખાતે છે જે માહિતીના આધારે પીસીબીની ટીમે મોરબી ખાતે જઈ ત્યાંથી 10 હજારના ઈનામી હત્યારા આરોપી રાજેશઉર્ફએ રાજુ ડાહ્યા અમૃતીયાને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો કામરેજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
