માંડવી:બિરસા સેના દ્વારા બાપ્તિસ્માની એફઆઈઆર દાખલ કરવા આવેદન
નાયબ મામલતદારને આપવામાં આવ્યું આવેદન પત્ર
એફઆઈઆર દાખલ કરવામાં ન આવે તો વિરોધ કરવાની ચીમકી
માંડવી પ્રાંત અધિકારીને બિરસા સેના દ્વારા બાપ્તિસ્મા ની એફ આર આઇ દાખલ કરવા આવેદનપત્ર અપાયુ.
આજરોજ માંડવી ખાતે બિરસા મુંડા સેના અને આદિવાસી સમાજ દ્વારા માંડવી પ્રાંત અધિકારી ને બાપ્તિસ્મા ની કલમ દાખલ કરવા રેલો સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચી નાયબ મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ હતું કે, માંડવી પોલીસ સ્ટેશન ખાતે તારીખ 30 6 2025 ના રોજ બાપ્તિસ્મા ની કલમ દાખલ કરવા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ જે અંગે દિન7 મા એફ આર આઈ દાખલ કરવામાં ન આવે તો આવનારા દિવસોમાં સંપૂર્ણ આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાના રાહે ઉલગુલાલ કરીશું. જેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે
