અમદાવાદ સેવન્થ ડે શાળામાં નયન હત્યાકાંડમાં કમિટીની રચના.
ડીઇઓએ 5 સભ્યોની કમિટીની કરી રચના.
5 સભ્યોની ટીમ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જ્યાં આજે સેવન્થ ડે સ્કૂલના પ્રતિનિધિઓ આવ્યા હતા. ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યા બાદ મેનેજમેન્ટ પર અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટના બાદ સ્કૂલ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ સ્કૂલને તાત્કાલિક દસ્તાવેજો રજૂ કરવા માટે નોટિસ ફટકારી હતી. આજે સવારે 11 વાગ્યા સુધીમાં આ દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ હતો પરંતુ, સ્કૂલના પ્રતિનિધિઓ લગભગ 3:30 વાગ્યે પહોંચ્યા હતા. પૂનાથી આવેલા મેનેજમેન્ટના ત્રણ પ્રતિનિધિઓ DEO કચેરી પર હાજર રહ્યા હતા અને તેમણે પોતાનો ખુલાસો રજૂ કર્યો હતો. જોકે, આ દરમિયાન એક વિચિત્ર ઘટના બની. પ્રિન્સિપાલ DEO કચેરી પર પહોંચ્યા બાદ તરત જ ભાગી ગયા હતા અને તેમના વકીલને એક કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું હતું. ત્યારબાદ છેવટે વકીલને ઓટો રિક્ષામાં બેસીને રવાના થવું પડ્યું હતું. પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. જી. ઇમેન્યુઅલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ રોબિન્સનને નવા આચાર્ય અને ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને DEO એ 5 સભ્યોની કમિટીની રચના કરી છે ડી.ઈ.ઓ.એ સ્કૂલની NOC કેમ રદ ન કરવી તે અંગે ખુલાસો માંગ્યો હતો પરંતુ, મેનેજમેન્ટ આ બાબતે કોઈ સ્પષ્ટતા આપી શક્યું નથી. મેનેજમેન્ટે આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. બાકીના દસ્તાવેજો રજૂ કરવા માટે સોમવાર સુધીનો સમય માંગવામાં આવ્યો છે. DEO કચેરી દ્વારા 28મી ઓગસ્ટ, 2025ના રોજ આ નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં અગાઉ 23મી ઓગસ્ટના રોજ પણ પત્ર મોકલીને ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
