સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ કર્યું વિકરાળ સ્વરૂપ ધારણ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ કર્યું વિકરાળ સ્વરૂપ ધારણ
છેલ્લા 30 કલાકમાં તાવના કારણે 3 મોત, બાળકો અને કિશોરો સૌથી વધુ અસરગ્રસ્ત
7 વર્ષની બાળકી અને ધો.12ના વિદ્યાર્થીનું તાવથી કરુણ મોત
શરદી, ખાંસી, તાવ અને ડેન્ગ્યુ જેવા લક્ષણોવાળા કેસોમાં સતત વધારો

સુરતમાં રોગચાળો ફરી માથુ ઉંચકી રહ્યુ હોય તેમ પાણીજન્ય રોગચાળામાં મોત થઈ રહ્યા છે. તો સુરતમાં ત્રણના મોત નિપજ્યા હતાં. અને સિવિલમાં ઓપીડીની લાંબી લાઈનો જોવા મળે છે.

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કહેરે જોવામળી રહ્યો છે. સુતરમાં ગુરૂવારે 7 વર્ષની બાળકી અને ધોરણ 12ના વિદ્યાર્થીનું તાવમાં મોત થયું હતું. સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં મોત મામલે છેલ્લા 30 કલાકમાં વધુ ત્રણ લોકોના મોત થયા છે. જેમાં સચિન વિસ્તારમાં રહેતા 16 વર્ષના કિશોરનું એક દિવસના તાવ બાદ મોત થયુ છે. તો સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકો ની ઓપીડીમાં ધરખમ વધારો થયો છે. પહેલા 100 ઓપીડી આવતી હતી તે હવે 250 ઉપર કેસો આવે છે. જેમાં નાના બાળકોમાં તાવ, શરદી, ખાસી, કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *