સુરતમાં વોન્ટેડ આરોપી 10 વર્ષે ઝડપાયો
વરાછાની ઓફિસમાં લૂંટનો વોન્ટેડ આરોપી ઝડપાયો
વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે વલસાડથી ઝડપી લીધો
વરાછા પોલીસ મથકમાં 10 વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે વલસડાના ભિલાડ ત્રણ રસ્તા પાસેથી વરાછા પોલીસ મથકમાં વર્ષ 2015માં એટલે કે 10 વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા મુળ રાજસ્થાન ઝાલોરનો અને હાલ વલસાડના ભિલાડ ખાતે રહેતા તથા મોબાઈલ ફોનની દુકાન ચલાવતા મંસારામ ઉર્ફે બંસીરામ ગોદાજી પ્રજાપતિને ઝડપી પાડી તેનો કબ્જો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
