સુરત : આરટીજીએસના બહાને 51 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત : આરટીજીએસના બહાને 51 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો
સરથાણા પોલીસે લાખોની ઠગાઈ કરનાર આરોપીને ઝડપી પાડ્યો
12.50 લાખનો મુદ્દામાલ કબ્જે

આરટીજીએસથી આંગઢીયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરવાના બહાને લોકો સાથે ઠગાઈ આચરતી ટોળકીને લાખોની મત્તા સાથે સરથાણા પોલીસે ઝડપી પાડી છે.

સરથાણા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે આરટીજીએસથી લોકોને આંગઢીયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરાવી આપવાની લાલચ આપી છેતરપીંડી કરતી ટોળકીના રીઢાઓ જેમાં મુળ અમરેલીનો અને હાલ ડભોલી ખાતે રહેતા કિશોર ધીરૂ ઘોડાદરા, બીજો મહેસાણાનો અને હાલ કતારગામ ખાતે રહેતો કિરીટ ઉર્ફે કે.કે. ખોડીદાસ પટેલ અને ત્રીજો ભાવનગરનો અને હાલ કતારગામ ગુરૂકુળ રોડ પર રહેતા જયેશ વાલજી કેરાશીયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી 12 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો આરોપીઓએ ફરિયાદી પાસેથી 51 લાખ રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરી હોવાનુ સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *