સુરતમાં કાપડ વેપારી સાથે 58 લાખથી વધુની ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કાપડ વેપારી સાથે 58 લાખથી વધુની ઠગાઈ
સારોલી પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા
અનિલ કિશોર જગતાપ અને વિનીત અગ્રવાલની ધરપકડ

સારોલી પોલીસ મથકમાં કાપડ વેપારી સાથે 58 લાખથી વધુની ઠગાઈ આચરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને સારોલી પોલીસે ઝડપી પાડ્યા છે.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કકમિશનર ઝોન વન, મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચનાથી સારોલી પી.આઈ. એસ.આર. વેકરીયાની ટીમના પીએસઆઈ એસ.બી. નકુમના માણસો એ.એસ.આઈ. ધનજય તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રવિણ અને હિતેશએ બાતમીના આધારે સારોલી પોલીસ મથકની હદમાં દુકાન ધરાવતા કાપડ વેપારી શૈલેષ ધનજી ગંગાણી પાસેથી ઠગ દલાલ સાથે મળી 58 લાખ 86 હજારથી વધુનો માલ ઉધારીમાં લઈ જઈ ઠગાઈ આચરનાર ઠગ વેપરીઓ જેમાં અનિલ કિશોર જગતાપ અને વિનીત સુરજભાન અગ્રવાલને સારોલી પોલીસે ઝડપી પાડી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *