સુરતની પાંડેસરા પોલીસે ગાંજો ઝડપ્યો
ગાંજાના લાખોના જથ્થા સાથે છ ઓરિસ્સાવાસીઓને ઝડપ્યા
1 લાખ 85 હજાથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપ્યો
સુરતની પાંડેસરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગાંજાના લાખોના જથ્થા સાથે છ ઓરિસ્સાવાસીઓને ઝડપી પાડી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ફોર અને એસીપી એચ ડીવીઝનની સુચના મુજબ પાંડેસરા પી.આઈ. એચ.એમ. ગઢવી અને પી.એસ.આઈ. કે.જે. વસાવાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિપુલની બાતમીના આધારે પાંડેસરા પોલીસે પાંડેસરા પોલીસ કોલોની પાસેથી રીક્ષામાં ગાંજાનો જથ્થો લઈ જતા છ ઓરિસ્સાવાસી કાર્તીક સુકદેવ નાયક, રાહુલ બુલ્લુ સ્વાઈ, પવિત્ર ટુના ગૌડા, સુદામ ભાલુ ગૌડા, બાબુસુના ઉપેન્દ્ર ગૌડા અને રંજન સીમાંચલ ગૌડાને ઝડપી પાડી તેઓ પાસેથી 1 લાખ 85 હજાથી વધુનો ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન સહિત 2 લાખ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
