વિકાસની મોટા ઉપાડે વાતો સાંસદો ગ્રાન્ટ વાપરવામાં કંજૂસ
ગુજરાતના 26 સાંસદોએ ફંડમાંથી 4.2 ટકા જ બજેટ વાપર્યું
સાંસદો એમપીએલએડી ફંડમાંથી 95.8 ટકા ફંડ નથી વાપરી શક્યા
14 મતક્ષેત્રોમાં ભલામણ કરેલામાંથઈ એકપણ કામ પૂર્ણ થયું નથી
વિકાસની મોટા ઉપાડે વાતો કરનારાં સાંસદો મતવિસ્તારના વિકાસની જ પડી હોતી નથી. ગ્રાન્ટ વાપરવામાં ય સાંસદો જાણે ઘરના પૈસા વાપરવાના હોય તેમ કંજૂસી કરી રહ્યાં છે. 18 મી લોકસભાનું ગઠન થયું એ વાતને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે,
પ્રત્યેક સાંસદને એમપીએલડી યોજના અંતર્ગત લોકોની સુખાકારી પ્રાથમિક સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ યોજના હેઠળ શિક્ષણ, રસ્તા, પુલો, પાણી, આરોગ્ય, ખેતી, સિંચાઈ, ડ્રેનજના કામો કરી શકાય છે. એમપીએલએડી ફેડ હેઠળ ગુજરાતના પ્રત્યેક સાંસદને રૂપિયા 9.08 કરોડની ગ્રાન્ટ વાપરી તેનું વિષ્ણેલણ કરાતાં રસપ્રદ તારણો બહાર આવ્યાં છે. જેમકે ભાજપના 25 અને કોંગ્રેસના એક સાંસદ એમ મળીને કુલ 26 સાસંદોને 254 કરોડ ફાળવાયાં હતાં. તે પૈકી જુલાઈ-25 સુધી રૂપિયા 10.72 કરોડ વપરાયાં હતાં. એટલે કે માત્રને માત્ર 4.2 ટકા ગ્રાન્ટ ખર્ચાઈ હતી. ભરૂચમાં રૂપિયા 1.73 કરોડ પાટણમાં રૂપિયા 1.56 કરોડ અને સાબરકાંઠામાં રૂપિયા 1.08 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અમરેલી, ભરૂચ, ભાવનગર, બારડોલી અને આણંદમાં થોડીક ગ્રાન્ટ વપરાઈ છે. બાકી મત વિસ્તારોમાં કામો જ થયા નથી.
પ્રજાલક્ષી કામો પાછળ ગ્રાન્ટ વાપરવામાં ભાજપ-કોંગ્રેસના સાંસદો જાણે આવભાઈ હરખાં-આપણે બેઉ સરખા થઈને રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, ગેનીબેન ઠાકોર, હસમુખ પટેલ, દિનેશ મકવાણા, જશુ રાઠવાએ ફેડમાંથી કાણીપાઈ વાપરી નથી. માત્રને માત્ર ભલામણો કરી પણ આ યોજના હેઠળ મત વિસ્તારોમાં એક કામ સુદ્ધા થયુ નહી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા મેમ્બર ઑફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમના વપરાયેલા ફંડને લઈને જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, ગુજરાતના 26 સાંસદોના કુલ 254.8 કરોડ રૂપિયા ફંડમાંથી 10.72 કરોડ રૂપિયા જ ખર્ચ્યા છે. સાંસદોના ખર્ચના રિપોર્ટને લઈને કોંગ્રેસે અનેક સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપ વિકાસની રાજનીતિ કરે છે તો વિકાસ તો થતો નથી. રિપોર્ટ અનુસાર, આ તમામ સાંસદોએ 3823 કામમાંથી માત્ર 93 જ કામ કર્યા છે. જેમાં સૌથી વધુ ભરૂચ સંસદીય વિસ્તારોમાં 1.73 કરોડ ખર્ચાયા હોવાનું સામે આવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
