સુરતની નર્મદ યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં

Featured Video Play Icon
Spread the love

સુરતની નર્મદ યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં
ગર્લ્સ હોસ્ટેલ નજીકની જગ્યા નવરાત્રિ માટે અપાઈ ભાડે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટેન્ડર પ્રક્રિયા વગર જ શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રી માટે ભાડે આપી દેવાતા વિવાદ સર્જાયો છે.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વારંવાર વિવાદમાં આવે છે. ત્યારે ફરી નવરાત્રી કાર્યક્રમને લઈ વિવાદમાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વખત વિવાદમાં આવી હોય તેમ કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા વગર જ શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રી માટે ભાડે આપી દેવાય છે. મીડિયા સાથેની વાતચીત માં કુલપતિએ કર્યો પોતાનો લૂલો બચાવ હતો અને કહ્યુ હતુ કે જે તે સંસ્થાએ ગ્રાઉન્ડ ભાડે રાખ્યું છે તે સંસ્થા જમીનમાં પુરાણ કરી આપશે તેવો કુલપતિ નો જવાબ છે. 1.80 લાખ ચોરસ મીટર જમીન નવરાત્રી માટે ભાડે આપવામાં આવી છે. નવરાત્રી માટે યશ્વી ફાઉન્ડેશનને કોઈપણ પ્રકારના ટેન્ડર વગર જગ્યા ભાડે આપી દેતા વિવાદ સર્જાયો હતો. તો ભાડે આપેલા ગ્રાઉન્ડની બાજુમાં જ ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે અને નવરાત્રી દરમિયાન ગર્લ્સ હોસ્ટેલને લઇ કોઈપણ પ્રકારની સેફ્ટી નહીં રહે તેમ લાગે છે. ત્યારે નવરાત્રી દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તેના માટે જવાબદાર જે તે ભાડે રાખનાર ફાઉન્ડેશન રહેશે તેમ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *