સુરત : ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા ચોરને ઝડપી પડયાં

Featured Video Play Icon
Spread the love

સુરત : ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા ચોરને ઝડપી પડયાં
અલ્પેશ વિપુલ શમશેરસિંગ રાજેન્દ્રસિંગ રાજપુતની ધરપકડ

સુરતના પાંડેસરા અને ભેસ્તાન પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર રીઢાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટ્રોશન સ્કોર્ડના માણસોએ બાતમીના આધારે સુરતના પાંડેસરા પંચવટી એલ.આઈ.સી. આવાસ ખાતેથી રીઢા ચોર એવા પાંડેસરા શિવમનગર સોસાયટી ખાતેથી રહેતા અલ્પેશ ઉર્ફે વિપુલ શમશેરસિંગ રાજેન્દ્રસિંગ રાજપુતને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ અને ચોરીના સાધનો કબ્જે કર્યા હતા. તો રીઢાની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે પાંડેસરા અને ભેસ્તાન પોલીસ મથકની હદમાંથી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે રીઢાનો કબ્જે પાંડેસરા અને ભેસ્તાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *