સુરત અલથાણ એસઓજીની ટીમે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત અલથાણ એસઓજીની ટીમે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપ્યો
આરોપી જાફર નજીર અન્સારીને ઝડપી પાડ્યો
1 લાખ 30 હજારથી વધુની મત્તા કબ્જે કરી

સુરત એસઓજીની ટીમે એમડી ડ્રગ્સ સાથે અલથાણ પોલીસ મથક વિસ્તારમાંથી એકને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ એસઓજીના ડીસીપી નકુમના આદેશને લઈ પી.આઈ.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ વાઘેલાની ટીમે અલથાણ વિસ્તારમાં મહાવીર કોલેજ રોડ પરથી 70 હજારથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક આરોપી એવા જાફર નજીર અન્સારીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી એમડી ડ્રગ્સ સાથે મોબાઈલ, મોપેડ મળી 1 લાખ 30 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *