સુરતના લાલગેટ વિસ્તારમાં એસએમસીના દરોડા,

Featured Video Play Icon
Spread the love

સુરતના લાલગેટ વિસ્તારમાં એસએમસીના દરોડા,
લાખોનો દારૂનો જથ્થો ઝડપાયો
વરિયાળી બજાર સહિત ચાર સ્થળે દરોડા, બે બુટલેગરો ઝડપાયા
એસએમસીની કાર્યવાહીથી લાલગેટ પોલીસની કામગીરી સામે સવાલો,

સુરત શહેરમાં દારૂના ગેરકાયદે વેચાણ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા કાર્યવાહી કરાઈ હોય તેમ લાલગેટ પોલીસ મથકની હદમાં વરિયાળી બજાર, ઘસ્તીપુરા, પાલિયા ગ્રાઉન્ડ અને ખાન સાહેબની બુરહાનુદ્દીન શહીદની દરગાહની બાજુમાં આવેલા બે રૂમમાં દરોડા પાડી લાખોનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. તો બે બુટલેગરો પણ વીજીલન્સ હાથે ચઢતા લાલગેટ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા હતાં.

સુરત શહેરમાં ગેરકાયદે દારૂના વેચાણ સામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાલ આંખ કરી હોય તેમ બુધવારના રોજ એસએમસીની ટીમે સુરતના વરિયાળી બજાર ઘસ્તીપુરા, પાલિયા ગ્રાઉન્ડ અને ખાન સાહેબની બુરહાનુદ્દીન શહીદની દરગાહ નજીક આવેલા બે રૂમમાં દરોડા પાડ્યા હતાં. દરોડા દરમિયાન વિદેશી દારૂની 3.73 લાખની કિંમતની 1,249 બોટલ તેમજ 4,000ની કિંમતનો 20 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. વીજીલન્સના દરોડા દરમિયાન ત્રણ મોપેડ, બે મોબાઇલ ફોન અને રોકડ 22,010 મળી કુલ 5.9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે સ્થળ પરથી પવન દિનેશચંદ્ર માસ્ટર અને નારાયણ ઉર્ફે કાળુભાઈ ગાયકવાડની ધરપકડ કરી હતી. તો આ કેસમાં જાવેદ ઉર્ફે જાવેદ અમદાવાદી અને મયૂર રાણા સહિત પાંચ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. હાલ તો લાલગેટ પોલીસ મથકની હદમાંથી લાખોનો દારૂનો જથ્થો મળી આવતા લાલગેટ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *