માંડવી લુહારવાડગામ નજીક ટ્રક અને બાઈકના અકસ્માત

Featured Video Play Icon
Spread the love

માંડવી લુહારવાડગામ નજીક ટ્રક અને બાઈકના અકસ્માત
બે યુવકના ઘટના સ્થળે મોત

માંડવી તાલુકાના લુહારવડ ગામની સીમમાંથી પસાર થતા ઝંખવાવથી માંડવી તરફ જતા રોડ પર આવેલા દૂધમોગરા મંદિર સામેના વળાંક પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈક સવાર બે યુવકોના સ્થળ પર જ મોત નીપજ્યાં છે.

13/10/2026ના રોજ બપોરે આશરે 1:45 વાગ્યાના સુમારે ટ્રક નંબર CG.10.BZ.7433ના ચાલકે પોતાના ટ્રક હંકારી લાવી બજાજ કંપનીની પૂરઝડપે અને ગફલતભરી રીતે ડિસ્કવર મોટરસાયકલ નંબર GJ.36.A.7301ને જોરદાર ટક્કર મારી અકસ્માત સામેથી સર્જ્યો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ જીગ્નેશભાઈ ચાલક હરસિંગભાઈ ચૌધરી (ઉમર વર્ષ 34, રહે. સઠવાવગામ, ભાથીફળિયું, તા. માંડવી, હાલ રહે. ઘોડબાર, તા. માંગરોળ) તેમજ પાછળ બેસેલા આશિષભાઈ અમીતભાઈ ચૌધરી (ઉંમર વર્ષ 17. રહે.ઘોડબારગામ, નિશાળફળિયું તા. તથા મોઢાના ભાગે ગંભીર માંગરોળ) બંનેને શરીરે, માથામાં ઈજાઓ પહોંચતા બંનેનું આ બનાવ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જીગ્નેશભાઈના અંગે મૃતક પિતા હરસિંગભાઈ ચૌધરી દ્વારા માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. માંડવી પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *