નવરાત્રી પર્વને લઈ સુરત પોલીસ સતર્ક

Featured Video Play Icon
Spread the love

નવરાત્રી પર્વને લઈ સુરત પોલીસ સતર્ક
નાગરિકોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
લસકાણા પોલીસે ડેમો વીડિયો બનાવી જાગૃતિ ફેલાવી
લસકાણા વિસ્તારની 14 અવાવરુ જગ્યાઓ પર ન જવા અપીલ

સુરતમાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે નાગરિકોની સુરક્ષાને લઈને પોલીસ પણ સતર્ક બની છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વચ્ચે લસકાણા પોલીસે ડેમો વીડિયો બનાવીને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. લસકાણા વિસ્તારમાં આવેલી 14 જેટલી અવાવરુ જગ્યાઓ પર ન જવા અને કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી.

સુરતમાં નવરાત્રીના રંગે લોકો રંગાયા છે અને વિવિધ વિસ્તારોમાં ગરબા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ જ કડીમાં લસકાણા પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષાને લઈને જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ડેમો વીડિયો તૈયાર કરીને લોકોને સાવચેત રહેવા અને સંભવિત જોખમોથી બચવા માટે સમજાવવામાં આવ્યા હતા. લસકાણા વિસ્તારમાં 14 જેટલી અવાવરુ જગ્યાઓ આવેલી હોવાથી પોલીસ દ્વારા લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. અજાણી અને અવાવરુ જગ્યાઓ પર જવાનું ટાળવું, કોઈ મુશ્કેલીમાં મુકાય તો ગભરાવાને બદલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો તેવી અપીલ કરી હતી. નવરાત્રીના તહેવાર દરમિયાન નાગરિકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા જાગૃતિ અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *