તહેવારો દરમિયાન ચોરી અટકાવવા પોલીસનું પેટ્રોલિંગ તેજ

Featured Video Play Icon
Spread the love

તહેવારો દરમિયાન ચોરી અટકાવવા પોલીસનું પેટ્રોલિંગ તેજ
રાંદેર પોલીસે રીઢા વાહન ચોરોને ઝડપી પાડ્યા
આરોપીઓ પાસેથી ચોરાયેલા 13 વાહનો કબજે

સુરતમાં તહેવારો સમયે ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં છે ત્યારે રાંદેર પોલીસે રીઢા વાહન ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલા 13 વાહનો અને 1 ચોરાયેલ મોબાઈલ કબ્જે કર્યા હતાં.

સુરતમાં નવરાત્રી અને દિવાળીના તહેવારોને લઈ પોલીસ દ્વારા ચોરી સહિતના ગુનાઓ અટકાવવા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાઈ રહ્યુ છે ત્યારે સુરતની રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફની ટીમને મળેલી બાતમીના આધારે રીઢા વાહન ચોરો પ્રકાશ ઉર્ફે રવી વરસિંહ નિનામા અને પપ્પુ જીવા નીનામાને ઝડપી પાડી પોલીસે રીઢાઓ પાસેથી ચોરાયેલા 13 વાહનો અને ચોરાયેલ એક મોબાઈલ મળી 4 લાખ 55 હજારનો મુદ્દામાલ કબ્જે કરી રીઢાઓની વધુ પુછપરછ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *