ઉધના રોડ નંબર-2 પર આવેલી ક્રિષ્ના ડાઇંગ મિલમાં આગ

Featured Video Play Icon
Spread the love

ઉધના રોડ નંબર-2 પર આવેલી ક્રિષ્ના ડાઇંગ મિલમાં આગ
બોઇલર ફાટ્યા બાદ આગ ફાટી નીકળ્યાની માહિતી
બ્લાસ્ટ થતાં મિલમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ
આગની દુર્ઘટનામાં ચાર શ્રમિકો દાઝ્યા

સુરતમાં ફરી મીલમાં ભીષણ આગ લાગી હતી. સુરતના ઉધના રોડ નંબર-2 પર આવેલી ક્રિષ્ના ડાઇંગ મિલમાં અચાનક બોઇલર ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટ બાદ મિલમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકો દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં તો ઘટનાને પગલે મિલ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ડાઇંગ મિલમાં અચાનક બોઇલર ફાટતાં ભીષણ આગની ઘટના બની હતી. બોઇલર બ્લાસ્ટ થતાં જ મિલમાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી મિલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકો વિકાસ કદમ, સૂરજ, દીપક પાટીલ, કરણ દાઝી ગયા હતા જેથી ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તબીબે કહ્યુ હતુ કે તમામ શ્રમિકો 55 ટકા જેટલા ગંભીર રીતે દાઝી ગયા હતાં. ઔદ્યોગિક એકમમાં બનેલી આ ઘટનાને પગલે ફરી એકવાર મિલોમાં કામદારોની સુરક્ષા અને બોઇલરની સલામતી અંગે સવાલો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *