સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રાફિક પોઈન્ટમાં ભીષણ આગ
આગમાં ટ્રાફિક પોઈન્ટ બળીને ખાખ
આગ લાગતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રાફિક પોઇન્ટમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટ્રાફિક પોઇન્ટ બળીને ખાખ થઈ ગયો હતો.
સુરત રેલવે સ્ટેશન પાસે આવેલા ટ્રાફિક પોઇન્ટમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ધગધગતી જ્વાળાઓએ ટ્રાફિક પોઇન્ટને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આગ એટલી ભીષણ હતી કે ટ્રાફિક પોઇન્ટ બળીને ખાખ થઈ ગયો હતો અને ઘટનાને પગલે આસપાસના લોકોમાં પણ ચકચાર મચી હતી. હાલ આગ કયા કારણોસર લાગી અને ઘટનામાં કેટલું નુકસાન થયું છે, તે અંગેની સત્તાવાર વિગતો સામે આવી નથી.
