પાંડેસરામાં બે યુવકોને માર મારવાના વાયરલ વીડિયો મામલે કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

પાંડેસરામાં બે યુવકોને માર મારવાના વાયરલ વીડિયો મામલે કાર્યવાહી
બે સગીર સહિત 4 આરોપીઓ ઝડપાયા
પોલીસે ચારેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરતના પાંડેસરામાં બે યુવકોને જાહેરમાં માર મારવાના વાયરલ વીડિયોને લઈને પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં બે યુવકોને જાહેરમાં માર મારવાના વાયરલ થયેલા વીડિયોને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વાત એમ છે કે 25 સપ્ટેમ્બરના રોજ પ્રવીણ તિવારી અને તેનો ભાઈ પ્રમોદ તિવારી રિદ્ધિ સિદ્ધિ નગર નજીક જાહેર રોડ પર ઉભા હતા. તે દરમિયાન આરોપીઓ બોલેરો પિકઅપ વાન લઈને ત્યાં આવ્યા હતા. પિકઅપ વાન પ્રવીણ તિવારીના પગ સુધી લઈ જતાં તેણે આરોપીઓને ટકોર કરી હતી. આ ટકોરની અદાવત રાખીને આરોપીઓએ બંને ભાઈઓ સાથે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ પાઇપ અને લાકડીઓ વડે તેમજ ધક્કામુક્કી અને મારામારી કરી હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બે સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *