અમરાવતી ઘરફોડ ચોરી કેસના રીઢા આરોપીઓ સુરતથી ઝડપાયા
રાજા પેઠ પોલીસ મથકના ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
સારોલી પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને દબોચ્યા
ચોરાયેલ મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી
મહારાષ્ટ્રના અમરાવતીના રાજા પેઠ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીઓને ગણતરીના દિવસોમાં ચોરાયેલ મુદ્દામાલ સાથે સુરતની સારોલી પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરતમાં તહેવારોને લઈ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે ત્યારે સુરતની સારોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના અમરાવતી શહેરના રાજાપેઠ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢાઓ અકબર ઉર્ફે આરીફ સૈફી અને હબીબ સૈફીને ઝડપી પાડી પોલીસે રીઢાઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ જેમાં દાગીના તથા મોબાઈલ સહિત 77 હજારથી વધુની મત્તા કબ્જે કરી બન્નેનો કબ્જો મહારાષ્ટ્રના અમરાવતીની રાઠાપેઠ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
